સંધ્યા સમયનો સુરજ ક્ષિતિજ પર જાણે ઘડપણનો થાક અનુભવી રહ્યો હોય એ રીતે ઢળી રહ્યો હતો. બારી પર ના પડદા હવા માં લહેરાય ને સૂરજની સાથે અલપઝલપ કરી રહ્યા હતા . દીકરાનુ ઘર ના આંગણામાં લીલાછમ છતાં વ્યાકુળતા માં વિલાય ગયેલા તુલસી પર્ણો સંધ્યા ટાણે કંઈક વધુ થાક અનુભવી રહ્યા હતા. ફૂલ છોડ પરના ફુલ ઘરડાઘર ના વૃદ્ધોની મૂક લાગણીઓને સમજીને જાણે દુઃખી થઈ કરમાય ને ઢળી પડ્યા હતા. બાજુમાં જ રહેલા મંદિરની ઝાલર વાગી રહી હતી.પાપંણે અશ્રુઓની પાળ બાંધેલી છતા ખાલીખમ આંખો સાથે જીવી બા ઓરડા ની ખાલીખમ દિવાલો અને એકલવાયા જીવન ને મનોમન સરખાવી રહ્યા હતા.આશ્રમનો કારભારી દિપક