એક અમસ્તો વિચાર!****************** મગજમાં ઘણાં દિવસથી એક વિચાર ઘુમરાયા કરે છે.જેન્ડર ડિસ્ક્રિમિનેશન,છોકરો-છોકરી,સ્ત્રી- પુરુષ એ બધું ક્યારે અર્થવિહીન બની શકશે? છે જ પણ ક્યારે વિચારોમાં સ્વીકૃતિ પામી શકશે?એ માટે વિચારોનું યોગ્ય દિશામાં વળવું જરૂરી હોય છે.એ યોગ્ય દિશા વળી,દરેકની દ્રષ્ટિએ જુદી જુદી હોય શકે એટલે આ તકલીફ વર્ષોથી ચાલી આવે છે!કાયદાકીય રીતે સ્ત્રીઓનાં સમાન હક્ક સુધીની મંજુરી મળી ગઈ હોવા છતાં ક્યાંક ને ક્યાંક સ્ત્રી સમાનતાની વાતોને લઈને હોબાળો થતો જ રહેતો હોય છે. ખરેખર,જોવા જઈએ તો થોડાં ઘણાં પછાત ગામો સિવાય સ્ત્રીઓ પીડિતા તરીકે ઓછી જ જીવતી હોય છે. હવે,હું જે વિચારો રજૂ કરવા માગું છું એ ઘણાં બધાંને અપાચ્ય