સોરઠ તારાં વહેતાં પાણી - 53

  • 3.6k
  • 1
  • 1.1k

૫૩. એ મારી છે ત્રણ લાગણીઓનું ત્રેવડ કૌતક પિનાકીની રગરગમાં છલબલી ઊઠ્યું : એક તો, પુષ્પા મારી થવાને માટે સગી જનેતાને પણ ત્યજીને અગમ પંથે નીકળી પડી છે તે વાતનો પોરસ; બીજું, મારી પુષ્પાને ભીડ પડી હશે તેની વેદના; ને ત્રીજું, મારા બરડા પર સુરેન્દ્રદેવજી, રાજવાડાના શેઠ, મૂએલા મોટાબાપુજી અને રૂખડ મામાની જોગમાયા-શી સ્ત્રીના પંજા પડ્યા છે. એવાં જુદાં જુદાં જોમ અનુભવતો પિનાકી ત્યાંથી પરબારો જ ઊપડ્યો. મોટીબાની રજા લેવા. એ ન રોકાયો. એનાં અંગેઅંગ તૂટી પડતાં હતાં. પણ વાયુ વિમાનને ઉપાડી ચાલે તેમ અંતરનો વેગ એના દેહને અધ્ધર લેવા માંડ્યો. શહેરમાં પાનવાળાની દુકાનો છેલ્લી બંધ થતી હતી. પુષ્પાના ઘરવાળી