સોરઠ તારાં વહેતાં પાણી - 47

  • 2k
  • 770

૪૭. એક જ દીવસળી ? બીજી જ પલ - અને આખું દંગલ જ્યુબિલી બાગના કૉનોટ હૉલને દરવાજે આવી પહોંચ્યું. પોલીસના હાથમાંથી વછૂટીને પંદર-વીસ ગામડિયા હૉલની અંદર ધસારો કરતા હતા. તમામ સભાજનો - એજન્ટ સાહેબ સુધ્ધાં - ખડાં થઈ ગયાં, અને એ ગામડિયાની કાગારોળ મચી રહી. સ્પષ્ટ અવાજો પણ સંભળાયા : “ગરીબપરવર ! અમને મોકલ્યા તે ટાણે અમારા ખોળામાં ખજૂર નાખ્યો ! ને હવે અમે પાછા આવ્યા તે ટાણે આ શું થઈ ગયું ?” “ક્યા હય ?” કોઈ તોતિંગ ઝાડને વેરતા કરવત જેવો અવાજ કાઢતા વિક્રમપુરના ગોરા હાકેમ આગળ ધસી આવ્યા : “ક્યા, હુલ્લડ મચાના હય ? કોન હય ?” “ગરીબપરવર