સોરઠ તારાં વહેતાં પાણી - 43

  • 2.4k
  • 1.3k

૪૩. વાવાઝોડું શરૂ થાય છે વીરમ નામના લડાઈમાં ગયેલા રંગરૂટની આ બે સગી બાઈઓ ત્યાંથી પાછી વળી. અને આંહીં ઓટાવાળા અમલદારના ઘરમાં બધાં છોકરાં વચ્ચે કજિયો મચ્યો કે ડોશીએ આપેલા અરધા રૂપિયામાં કોનો કેટલો ભાગ. અમલદાર પોતે ઓટલા પર હજામત કરાવવા બેઠા. એમના હાથનું આભલું સૂરજના કિરણોને ઝીલી લઈ, કોઈક કટારની માફક, રસ્તે જતી આવતી પનિહારીઓનાં શરીરો પર રમાડતું હતું. “ફુઈ,” ડોશીની દીકરાવહુએ કહ્યું : “આટલે આવ્યાં છીએ ત્યારે હાલોને દરિયે નાળિયેર નાખી આવીએ.” “હાલો, માડી; આ ગગાને પણ રતનાકરને પગે લગાડી આવીએ.” એક દુકાનદારને હાટડે નાળિયેરનાં પાણી ખખડાવીને કાને માંડતી બંને જણીઓ ઊભી હતો. પૂરેપૂરું પાણીભર્યું શ્રીફળ હજુ જડ્યું