સોરઠ તારાં વહેતાં પાણી - 42

  • 2k
  • 942

૪૨. ઓટા ઉપર વિક્રમપર શહેર વધુ રળિયામણું લાગતું હતું ? તેના ઊંચા ટાવરને લીધે ? એના કનેરીબંધ, પહોળા ‘અમરુ ચોક’ને લીધે ? ચાંદની રાતોમાં ધાબે કૂટેલી અને ખારવણોના રાસડાનો ફળફળતો રસ પાયેલી એની છોબંધ અગાસીઓને લીધે ? ના, ના; જરાક નિહાળીને જોશો તો વિક્રમપુરનું ખરેખરું રૂપ તમને એનાં મકાનોના ઊંચા ઓટલામાંથી ઊઠતું લાગશે - જે ઓટા માથે બેસીને હર પ્રભાતે ઘર-માલિકો પલોંઠીભર દાતણ કરતા હોય છે ને સૂરજ બે’ક નાડા-વા ઊંચો ચડે ત્યાં સુધી સામસામા ઓટા પરથી વકીલો-અધિકારીઓ વાતોના ફડાકા મારતા હોય છે. એ ઓટા પરથી ઊઠવું ગમે નહિ. એ ઓટાને કશું પાથરણું પાથરવાની જરૂર નહિ. રાજના મોટા અધિકારીઓ પ્રભાતે