સોરઠ તારાં વહેતાં પાણી - 40

  • 2.4k
  • 2
  • 1.2k

૪૦. લશ્કરી ભરતી “હું હાથ જોડીને કહું છું કે મને આમાં ન નાખો.” “પણ, દીકરી, તું રાજરાણી છો. તારે એવું કર્યે જ સારાવાટ છે.” “શી સારાવાટ ?” “ગાંડી, છોકરો હશે તો ચાર ગામનાં ઝાળાં પણ મળશે. નીકર તને એકલીને સુખનો રોટલોય ખાવા નૈ દીયે. જાણછ ?” “નહિ ખાવા દીયે ? શું બોલો છો આ ?” “સાચું બોલું છું. તને કલંક લગાડીને કાઢી મેલશે.” “એવી ગાંડી વાતો કરો મા. મને કોઈ નહીં કાઢી મૂકે. હું ક્યાં રખાત છું ! મને, ભલા ઝઈને, આ ઢોંગમાં ન ઉતારો. મારાથી ઢોંગ નહિ ચાલુ રહી શકે. ને પ્રભુએ મને દીકરો દેવાનું સરજ્યું હોત તો તો