સોરઠ તારાં વહેતાં પાણી - 33

  • 2.7k
  • 1.4k

૩૩. અમલદારની પત્ની લખમણ બહારવટિયાનો અંજામ પિનાકીએ આગગાડીમાં જ જાણી લીધો. ‘મામી’ પકડાઈને રાજકોટ ગયાની પણ ખબર પડી. ડુંગરામાં બનેલો મામલો મુસાફરોની જીભ ઉપર રમતો હતો. “પણ આ તો ગોરા બે સાહેબોની જવાંમર્દી, હો ભાઈ !” એક મુસાફર કહેતો : “દેશી અમલદાર તો, કે’ છે કે, ડરીને પૂજામાં બેસી ગિયો’તો !” પિનાકીને ફાળ પડી : મોટાબાપુજીની વાત તો નથી થતી ને ? મોટાબાપુજી કદી ડરે ? “ગોરાનાં કશાં જ પરાક્રમ નો’તાં, ભાઈ !” એક ડોશીએ સમજ પાડી : “અફીણ ભેળવીને લાડવા ખવાર્યા લાડવા ! મીણો ચડ્યો ને બહારવટિયા મૂવા.” “અરરર ! મોટાબાપુજીએ આવો કાળો કામો કર્યો હશે ?” પિનાકીનો આત્મા