સોરઠ તારાં વહેતાં પાણી - 28

  • 2.2k
  • 2
  • 1.1k

૨૮. પાછા જવાશે નહિ ! સોરઠમાં બે સ્થળોને ‘માનાં પેટ’ કહેવામાં આવતાં : એક જળવાસીઓ માટેનું માનું પેટ, ને બીજું થળવાસીઓનું. ‘બેટ તો માનું પેટ છે, ભાઈ !’ એ કહેવાય છે દ્વારકાના બેટ શંખોદ્ધારના દરિયાને માટે. ચોમાસાનો દારૂડિયો સમુદ્રદેવ જ્યારે હોડકાંને, મછવાને અને સફરી વહાણોને મોતના સંદેશા સંભળાવે છે, ત્યારે સાગર ખેડતા વહાણવટીઓ પોતાનાં નાવ લાવીને બેટની ખાડીમાં નાંગરે છે. મોટો મહાસાગર થોડે જ છેટે પડ્યોપડ્યો ‘ખાઉં-ખાઉં’ના હુંકાટા કરે છે, પણ માતાના પેટમાં સચવાતાં બાળકો સમાં આ વહાણોને સાગરની એક નાનકડી થપાટ પણ લાગતી નથી. બીજું છે ‘ગિર માનું પેટ’. ભયાનક શિશુઓ એ માના ઉદરનો આશરો લેતાં. નદીઓની ખોપો, પહાડોના