સોરઠ તારાં વહેતાં પાણી - 23

  • 3k
  • 2
  • 1.5k

૨૩. વેરની સજાવટ ઘરે આવીને મહીપતરામે પત્નીને વાત કરી. પત્નીએ પિનાકીને આ હર્ષના સમાચાર આપ્યા. પિનાકીએ ફરીથી પૂછ્યું : “ક્યાંના ઠાકોર સાહેબ ?” “વિક્રમપુરના. ન ઓળખ્યા, ભાણા ? આપણી જોડે ભેખડગઢ થાણામાં દાનસંગજીકાકા હવાલદાર નહોતા ! તેની દીકરી દેવુબા નહોતી ? તેની વેરે લગન કરનારા રાજા.” પિનાકી ત્યાંથી ઊઠીને ચાલતો થયો. ‘મારે એ સ્કોલરશિપ નથી જોઈતી’ એવું કશુંક એ બડબડતો હતો. વળતા દિવસે રાતના અગિયાર વાગ્યે હાઈસ્કૂલના હેડ માસ્તર મહીપતરામને ઘેર આવ્યા. પિનાકી સૂઈ ગયો હતો તેને જગાડવામાં આવ્યો. હેડ માસ્તરે પૂછ્યું : “તને ગયા મેળાવડા વખતનો ‘સિકંદર અને ડાકુ’નો સંવાદ મોંએ છે ?” “ફરી જરા ગોખી જવો જોઈએ. કેમ