સોરઠ તારાં વહેતાં પાણી - 22

  • 2.3k
  • 2
  • 1k

૨૨. મરદનું વચન તે પછીના માઘ મહિનાની બીજે, ત્રીજે, ચોથે... ને પૂનમે - પંદરેપંદર અજવાળિયાંએ રોમાંચક બનાવો દીઠા. ભદ્રાપુરનો કાઠી દરબાર ગોદડ વાળો વીફરીને પ્રગટ ધિંગાણે ઊતર્યો. એના જૂથની બંદૂકોએ ગોળીબારોની ધામી ફોડી. તેની સામે મહીપતરામની પોલીસ-ટુકડીએ રૂનાં ધોકડાંના ઓડા લીધા. શત્રુની ગોળીથી સળગી ઊઠતાં ધોકડાં પર પાણી છંટાવતો, ધોકડાં રોડવી રોડવી તેની પછવાડેથી તાસીરો ચલાવતા મહીપતરામ ગોદડ વાળાના મોરચાની લગોલગ જઈ પહોંચ્યા; ને એણે સાદ પાડ્યો : “ગોદડ વાળા ! જીવતો સોંપાઈ જા. મારું બ્રાહ્મણનું વચન છે કે તને સાચવી લઈશ.” ગોદડ વાળાએ લાકડી ઉપર ફાળિયું ચડાવીને ધોળી ઝંડી ઊંચી કરી. ગઢની રાંગ આડેથી નીકળીને એ સન્મુખ આવ્યો. બંદૂક