સોરઠ તારાં વહેતાં પાણી - 20

  • 3k
  • 1
  • 1.7k

૨૦. ઝુલેખાને જોઈ આવ્યો “એવડી બધી સત્તા સરકારની - કે મારે મારી બાયડિયુંને કેમ રાખવી, કેમ ન રાખવી, મારી નાખવી કે જીવતી રાખવી, એ બધી મારા ઘરની વાતુંમાં ઈ માથું મારે ! ના, ના; ઈ નહિ બને.” વડલા-મેડીના રાજગઢમાં ગોદડ દરબારનું આ પ્રકારનું તત્ત્વાલોચન ચાલતું હતું. “પણ આપણે શા માટે એમ કહેવું પડે -” વાણિયા કારભારી દરબારને સમજાવતા હતા : “- કે બાઈઓને કોઈએ માર્યાં છે ?” “ત્યારે સું મેં મારે સગે હાથે ઝાટકા નથી માર્યા ? હું શું નામર્દ છું ?” કામદારને જાણ હતી કે આ મરદ નશાની અસરમાં બોલે છે. એણે કહ્યું : “રાણીસાહેબને માર્યાં તો છે તમે