પરિતા - ભાગ - 22

  • 3.6k
  • 1.5k

હોસ્પિટલનાં કોરિડોરમાં સમર્થ અને પરિતા બંન્ને એકબીજાની સામ - સામે આવ્યાં, બંન્નેની નજર મળી. શરૂઆતની બે મિનિટ માટે તો બંન્નેવે એકબીજા સામે ચૂપચાપથી જોયા જ કર્યું. સમર્થની આંખમાંથી નરી ભાવુકતા છલકાઈ રહી હતી. પરિતા પણ સમર્થને આદરભરી નજરે જોઈ રહી હતી. "પરિતા....., તું.....!!!" બે મિનિટ પછી સમર્થ બોલ્યો."હા...., હું અહીં એક સંબંધીને મળવા માટે આવી હતી ને તું.....?""હું અહીં મારાં એક મિત્ર માટે આવ્યો છું.""ઓહ...!" "કેમ છે તું....?" સમર્થે પૂછ્યું."મજામાં...., ને તું....?" પરિતાએ વિવેક ખાતર પૂછ્યું."જરાય મજામાં નથી......" સમર્થે તરત જ કીધું.આ સાંભળી પરિતાએ પોતાની આંખો ચડાવી. એણે સમર્થ સામે લાગણીભરી નજરે જોયું અને પછી પૂછ્યું, "જરાય મજામાં નથી.., એટલે....?""એટલે