એક એવો શબ્દ અથવા લાગણી જે સામાન્ય રીતે કોઈ સમક્ષ રજૂ ના કરી શકાય. મન અને હૃદયના કોઈક ખુણામાં વસેલો એક ખાલીપો, જે કહેવા માટે ખાલીપો છે પણ ઘણું બધું ડુમા સમું ભરાયેલું છે. એક એવો શૂન્યાવકાશ કે જે લગભગ શબ્દોમાં સચોટ પ્રમાણથી વર્ણવવો ઘણું અઘરું બની જાય. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ જ્યારે વધારે પડતી ચૂપકીદી સાધે છે ત્યારે અથવા તો વધારે પડતું હસ્યા કરે છે તો એવું પ્રતીત થાય કે એ કંઈક તો અત્યંત ગેહરાઈ માં ઘાવ ખાઈ ગયેલો છે. જ્યારે કોઈ વ્યક્તિ હંમેશા બીજી વ્યક્તિને મદદરૂપ બને છે ત્યારે તે વ્યક્તિ પોતે ઘણી વાર મદદ મળવાથી વંચિત રહી