સોરઠ તારાં વહેતાં પાણી - 17

(15)
  • 3.6k
  • 3
  • 1.8k

૧૭. સાહેબના મનોરથો ખૂબખૂબ ભાવરની પીઠ થાબડીને મહીપતરામે તેને ડુંગરા બહાર વળાવ્યો, ને પછી પોતે પણ સાહેબની જોડે ઘોડેસવાર બન્યા. સૂરજે પોતાના ઘોડલાની રાશ ગગનમાં ઢીલી મૂકી હતી. અધ્ધર આભના શૂન્યમાં ફરતાં એના રથ-પૈડાંની ને ઘોડાના ડાબલાની અબોલ ગતિ ચાલતી હતી. રેવતાચળના ગળા ફરતા વાદળીઓના વણેલા ખેસ વીંટળાતા હતા. ગરવો ગિરિ સોરઠની ધરા ઉપર ગાદીએ બેઠેલા મોટા મહાજન જેવો - નગરશેઠ જેવો - દેખાતો હતો. “મહીપટરામ !” સાહેબે પોતાની પાછળ પાછળ ઘોડો હાંક્યે આવતા અધિકારીને દમામભેર હાક દીધી. મહીપતરામે ઘોડો નજીક લઈને પૂછ્યું : “સાહેબ બહાદુર !” “હું વિચાર કરું છું.” સાહેબે હિન્દીમાં વાર્તાલાપ કરવા માંડ્યો. “ફરમાવો.” “અજબ જેવી છે