સોરઠ તારાં વહેતાં પાણી - 3

(22)
  • 5k
  • 3
  • 3.5k

૩. પહાડનું ધાવણ જકડાયેલા બૂઢા સાથીએ પાછળથી અવાજ કર્યો : “સુરગ, ગાડાંને ભેરવના નહેરામાં ઊતરવા દે, અધીરાઈ કરીશ મા.” જુવાન પસાયતાએ આ શિખામણ સાંભળીને પોતાનો વેગ ઓછો કર્યો. પણ ‘મામાની દીકરી’ને અને પોતાને પડી રહેલું અંતર તેનાથી સહેવાતું નહોતુ. આગળ ચાલ્યા જતા ગાડામાં સહુ ઝોલે ગયાં હતાં ત્યારે બ્રાહ્મણ અમલદાર અને એનો બાળ ભાણો જાગતા હતા. “તને ઊંઘ નથી આવતી, ભાણા ?” “ના.” “કાં ?” “વાતો સાંભળવી છે.” “શેની ? દીપડાની ને દીપડા જેવા માણસોની ?” “હા.” “અરે પસાયતા ! શું તારું નામ ?” અમલદારે હાક મારી. જવાબ ન મળ્યો. જોડાનો સંચાર પણ ન સાંભળ્યો. રોજની આદત બોલી ઊઠી :