સોરઠ તારાં વહેતાં પાણી - 1

(63)
  • 20.3k
  • 14
  • 14.2k

ઝવેરચંદ મેઘાણી ૧. અમલદાર આવ્યા ગીરના નાકા ઉપર એક સરકારી થાણું હતું. અમલદારી ભાષામાં એ ‘આઉટ-પોસ્ટ’ તરીકે ઓળખાતું. પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડેસવારોની પોલીસ-ફોજ ત્યાં રહેતી. ત્રીજા દરજ્જાના અધિકારીનો મૅજિસ્ટ્રેટ રહેતો. નાનું એક દવાખાનું સંભાળવા દાક્તર રહેતો. તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો. મૅજિસ્ટ્રેટ ‘થાણદાર સાહેબ’ કહેવાતા. પોલીસ અમલદારનું લોકનામ ‘જમાદાર સાહેબ’ હતું. થાણદારના હાથમાં ઈન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી. ખરું જોતાં આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હકેમ ગણાય. છતાં પોલીસના ચકચકિત પોશાક, કારતૂસ વગરની છતાં બૂઠાં સંગીનો વડે ઝગારા મારતી ‘બ્રિજિલોડ’ બંદૂકો હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ, અને મૅજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ-ટુકડીના ખડે પગે પહેરા, કલાકે-કલાકે