તમે વડોદરા ગયા હશો. વડોદરામાં કમાટીબાગ આવેલો છે. આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં પૂરી કદનાં પૂતળાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ કોનાં પૂતળા હશે? એ છોકરાઓ કઈ રાજકુર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધે છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે. બીજાના હાથમાં નાની લાકડી છે.આ પૂતળાં હરિ અને અરજવ નામના બે યુવાન છોકરાનાં છે તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સુખપુર ગામના વતની હતા. જ્યાં વડોદરા ને ક્યાં અમરેલીનું સુખપુર. એમનાં પૂતળાં કમાટીબાગમાં કેમ? આની પાછળ એક બહાદુરીભરી કથા છે. આજથી લગભગ