આસ્વાદ પર્વ - 4 - ચાલો, ચપરાસી બનીએ - તારક મહેતા

  • 8.3k
  • 2.5k

️ તારક મહેતાની અંદર રહેલો હાસ્યકાર ક્યાંય ખોવાઈ ગયો કે શું ? માર્ક ટ્વેઇનનું જાણીતું વિધાન છે કે, The source of humour is sorrow itself, not joy. આ વિધાનની પુષ્ટિ અન્ય હાસ્યકારોની બાબતમાં તો અનેક વખત થઈ છે અને તારક મહેતાની આત્મકથા એક્શન રિપ્લેમાં પણ થઈ છે. એની આત્મકથામાં એમનો જીવનસંઘર્ષ સુપેરે પ્રગટ થાય છે પરંતુ કહી દેવું જોઈએ કે તા. મ. હાસ્ય કરુણામાંથી ઉપજે છે એમાં બહુ સહમત નહોતા. એની ઊંડાણપૂર્વકની વાત પછી કોઈક વખત. હું કોઈ વિવેચક નથી કે નથી કોઈ અવલોકનકાર પણ જ્યારે કોઈ પુસ્તક મારા હૃદયમાં અથવા તો મારી પાસે રહેલી થોડી ઘણી બુદ્ધિમાં એવો ભાવ