મોર્ડન મહાભારતનો અર્જુન - 15

  • 3.1k
  • 1
  • 1.2k

(15) (મેઈન ધ્યાનકક્ષ) ‘કેમ અર્જુન આજે મોડું થયું...?’ સર્જન જે ધ્યાનમાં હતો પણ અર્જુને આવતા જોઈ ગયો. ‘બસ, થોડું વધારે નાહવાનું મન થઇ ગયું એટલે’ અર્જુન ધીરે થી પોતાની જગ્યાએ બેસતા બોલ્યો. ‘શું? આવા ઠંડા પાણીમાં પણ..? હું તો સવારમાં નહ્‌તોજ નથી !’ ‘એટલે તું..!’ ‘અરે, ના-ના એવું નહિ પણ હું બપોરે નહાઈ લઉં છું.’ ‘ઓકે, મને એમ કે તું નાહવા ની ગોળી ખાય છે.’ ‘એય, પ્લીઝ..!’ કોઈકે આગળ થી ધ્યાન ભંગ થતું હોવા થી મો બંધ કરવા કહ્યું. ‘યેસ, યેસ’ અર્જુને પોતાની આંખો બંધ કરતા પેહલા પેલા ભાઈને શાંતિથી જવાબ આપ્યો. અને પોતે પણ ધ્યાનમાં જવા આંખો બંધ કરી