માતૃભાષાનો શાબ્દિક અથૅ ‘મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા’ એવો કરી શકાય. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-ઘેલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. માતૃભાષાએ સંસ્કૃતિનું માઘ્યમ છે. કલા, સાહિત્ય, સંગીતસંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ ૫ામે છે. બાળકની સ્વસૂઝ અને સર્જનશીલતા ૫ણ માતૃભાષામાં જ ત્વરિત અને ગતિશીલ હોય છે.જે બાળક બીજી ભાષાભાષાના માઘ્યમથી