ગૌરીવ્રત

  • 3.3k
  • 1.1k

અષાઢી મેહુલિયાની પધરામણી થઈ ગઈ છે. ભીની માટીની મહેંક વાતાવરણમાં સોનેરી સુગંધ ભરી રહી છે. કુંવારીકાઓ મનવાંચ્છિત, સ્વપ્નાનો રાજકુમાર મેળવવા, ભોળાશંભુને મનાવવા ગૌરીવ્રત કરવામાં હરખઘેલી બની છે. ઝરમર ઝરમર વરસાદની વચ્ચે સરખી સરખી સહેલીઓ ગામના ગોદળે ગૌરીવ્રત નો આનંદ લુંટી રહી છે. સુકામેવા, કોપરું તેમજ માવા-મિઠાઈ ખાઈને નાની મોટી સૌ બાળાઓ ગામની ભાગોળે રમત રમવા ભેળી થઈ છે. ગામથી હાઈવે સુધી સિંગલ લેન રોડ પર છુટી છવાઈ ગાડીઓની અવરજવર ચાલુ છે. દરેક ગાડીને રોકવાની અને પ્રેમપુર્વક ગોરમાના ટકા રૂપે દસ-વીસ રૂપિયા