વાત એક રાતની - ભાગ ૯

(19)
  • 3.9k
  • 2.1k

ટ્રેન હવે ધીરે ધીરે પોતાની ગતિ વધી રહી હતી. વિરમગામ સ્ટેશન હવે પાછળ છૂટી ગયું હતું ટ્રેન હવે શહેરની બહાર નીકળી ગઇ હતી. હું કમ્પાર્ટમેન્ટ ની બહાર વોશબેસિનને ટેકો દઈ ને ઉભો હતો. ટ્રેન ના દરવાજા પરથી આવી રહેલી હવાથી મારા માથાના વાળ ઊડી રહ્યા હતા અને સાથે સાથે એ ડાયરીના પાના પણ ઉડી રહ્યા હતા જે ડાયરી મારા હાથમાં હતી. અને બીજા હાથમાં હતી એ તસવીર જેને હું હેરાન થઈ જોઈ રહ્યો હતો. એ તસવીરમાં નિહારિકા હસી રહી હતી કોઈ છોકરા સાથે, બંનેના ગળામાં હાર હતો અને કોઈ નાના એવા મંદિરમાં પાછળ મંડપ સજાવેલો હતો. આ તસવીરને જોઇને એવું