એ છોકરી - 12

  • 4.1k
  • 1
  • 2.3k

રૂપલી અને હું શહેરમાં આવવા નીકળ્યા. રૂપલી તો પહેલીવાર કારમાં બેઠી હતી એટલે એ તો બહુ ખુશખુશાલ હતી, આગળની સીટ પર બેસી હતી અને આનંદથી આજુબાજુ જોતી હતી, એના મુખ પર એક અવર્ણનીય આનંદ દેખાઈ આવતો હતો. હાઈવે પરના વૃક્ષો અને ખેતરો જોવામાં તલ્લીન હતી, મેં એને પૂછ્યું રૂપલી કેવું લાગે છે તને આજે કારમાં બેસીને સફર કરવાનું?રૂપલી કહે વીણાબૂન સાચુ કહુ તો મને તો આ હજુ પણ સપનું જ લાગી રહ્યું છે, જાણે કે હું સપનામાં મારી ઈચ્છાઓ પૂરી કરી રહી છું. ઓલુ, પેલા આ બધા સિનેમામાં નથી બતાવતા આવું એવું લાગે છે મને તો.મને હસવું આવ્યું, મેં રૂપલીના