તે અત્યંત થાકેલો, લથડીયાં ખાતો હતાશ, થઈ ચાલ્યે રાખતો હતો. એક કુશળ નૃત્યકાર, કોરિયોગ્રાફર, કલાકાર આજે ચારે તરફથી નિરાશાઓથી ઘેરાયેલો, વિચારશુન્ય થઈ બધું જ છોડી આપઘાત કરવા જતો હતો.તેનાં મગજમાં પડઘાઓ પડ્યે રાખતા હતા. "બહુ રાહ જોઈ. તેં મને નચાવી એમ નાચી. તારાં નાચગાન મારૂં પેટ ભરી શકે એમ નથી. હવે તું તારા રસ્તે અને હું મારે." તેની પ્રેમિકાના શબ્દો."આમ વાંદરાઓની જેમ નાચકુદથી ટિકિટબારી નહીં છલકાય. તારા શોમાં કોઈ આવતું નથી. પેકઅપ મેન! અમે તને વધુ શો આપી શકીએ એમ નથી." શો ના આયોજક."અમે તો કહેતા હતા કે ભણવામાં ધ્યાન આપો. નોકરી-ધંધો કરો. નાચગાન આપણું કામ નહીં. બહુ રખડી ખાધું."