પદમાર્જુન - (ભાગ-૪૦)

  • 2.1k
  • 1
  • 818

રણમેદાનમાં ચારેકોર ત્રણેયનો જયજયકાર ગુંજી ઉઠ્યો. સોમ પોતાના પુત્રની શુરવીરતા જોઇને ગદગદ થઇ રહ્યા હતાં જ્યારે શાશ્વત પદમાને મળવાનાં વિચારથી ખુશ થઈ રહ્યો હતો. વિદ્યુત એ વિચારીને ઉદાસ હતો કે કેમ શાશ્વતને પદમા કેદ છે એ જણાવશે જ્યારે સારંગ શાશ્વત હજુ સુધી જીવિત હતો તે કારણે ગુસ્સામાં હતો.ગોવિંદ ખુશ હતો કે પોતે પદમાને આપેલ વચન પુરુ કરવામાં સફળ રહ્યો છે જ્યારે સારંગગઢમાં તેનો પરિવાર પદમાનાં મૃત્યુની ખબર સાંભળીને શોકમાં ગરકાવ હતો. … “આ……”એક પુરુષની ચીખ સાંભળીને નાની બખોલમાં મૂર્છિત પડેલ પદમા જાગી ગઈ.તેણે જોયું તો સૂર્યાસ્ત થઇ ગયો હતો. “આ અવાજ ક્યાંથી આવ્યો.”પદમાએ કહ્યુ અને તે બહાર જોવે એ પહેલાં