છેલ્લો દાવ - 1

  • 4.3k
  • 1
  • 2.4k

છેલ્લો દાવ ભાગ-૧         દિવ્યા અને કેયુરનું લગ્નજીવન બહુ સારી રીતે ચાલતું હતું. તેમના જીવનમાં ભગવાને કોઇ ખોટ રાખી ન હતી. સારી નોકરી, ઘર-પરિવાર અને સુખી સંપન્ન કુટુંબ. તેમના લગ્નને દોઢ વર્ષ થવા આવ્યું હતું પણ તે હજી પણ નવા પરણેલા દંપતીની જેમ લાગતા હતા.         પણ તેમના જીવનમાં તૂફાનનો પ્રવેશ થવાનો હતો તે વાતથી તેઓ બંને અજાણ હતા. એક દિવસ કેયુરના મોબાઇલ પર તેની ભૂતપૂર્વ પ્રેમીકાનો ફોન આવ્યો. પહેલા તો કેયુરને નંબર જાણીતો લાગ્યો પછી યાદ આવ્યું કે, તે નિશાનો નંબર છે. પહેલા તો તેણે વિચાર્યુ કે, ફોન જ ના ઉપાડું. પછી થયું કે લાવ વાત કરી જ લઉં.