વાત એક રાતની - ભાગ ૮

(21)
  • 3.7k
  • 1
  • 2.1k

પાંચ મિનિટ બાદ ટ્રેન વિરમગંજ સ્ટેશન ઉપર ઊભી રહી. ટ્રેન થોડા સમય સુધી ઊભી રહી પછી તેને સ્ટેશન છોડવા માટે પોતાની ગતિ ધીરે ધીરે ચાલુ કરી તો મેં જોયું કે, મરૂન કલરની સાડી સરખી કરતી નિહારિકા પોતાની મિડલ સીટ ઉપરથી વીજળીવેગે ઉતરી અને ઉઘાડા પગે દરવાજા તરફ ભાગી. તેણે કંપાર્ટમેન્ટ નો દરવાજો ખોલ્યો હું ત્યાં જ ઉભો હતો. "તમે ઉતરી જાવ હું બેગને ફેંકી દઈશ" મેં કહ્યું. ટ્રેનની ગતિ ધીરે ધીરે વધી રહી હતી. તે એકદમ મારી નજીક આવી. મરૂન કલર ની સાડી નો પાલવ ઉડી અને મારા મોઢા ઉપર આવ્યો. તેને પાલવ સંભાળતા મારી એકદમ નજીક આવી અને બોલી.