"હા એ આંચલ જેને બસમાં પણ મુસાફરી કરવા તકલીફ પડે છે તે પોતાના પ્રેમ માટે પિતા સામે બગાવત કરી શકશે?"હું હજી વિચારી રહ્યો હતો ત્યાં, એક ઉલ્ટી દિશામાં ગુજરતી ટ્રેને મારું ધ્યાન તોડ્યું. મારા હાથમાં પકડી રાખેલ કાગળ જે નિહારિકાની ડાયરીમાંથી ફાડી અને મારા હાથમાં હતો એ પવનની ગતિના કારણે મારા હાથમાં ઉડી રહ્યો હતો. મેં વાંચવાનું ચાલુ કર્યું."હું નથી જાણતી કે તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો કે પછી ખુદામાં, પણ હા તમે જરૂર માનવતામાં વિશ્વાસ ધરાવો છો. બસ એજ માનવતા ની કસમ આપું છું. વિરમગંજ સ્ટેશને ઉતરવું છે, ત્યાંથી હું મારા પિયર ભાગી જઈશ, પણ હું પેલી પીળા રંગની