આત્મા ની વ્યથા

(11)
  • 8.3k
  • 2.9k

વહેલી સવારથી જ ઘરમાં લોકોની દોડાદોડી તેમજ રડવાના અવાજો આવી રહ્યા હતા.સુરજ જ્યારે પૃથ્વી પર પોતાના કિરણોની સોનેરી ચાદર પાથરવા ધીમે ધીમે પ્રયાણ કરી રહ્યો હતો ત્યારે મારુ નિર્જીવ શરીર જમીન પર વ્યવસ્થિત રીતે મૂકેલું હતું. હું આ બધું જ મારા ઘરના મોભ પર બેસીને જોઈ રહ્યો હતો.આજે મને મારુ મૂલ્ય સમજાતું હતું.હું એ શરીરમાં હતો ત્યાં સુધી એ શરીર બધા વચ્ચે જીવંત હતું અને આજે જ્યારે મેં એના શરીર માંથી વિદાય લઈ લીધી છે ત્યારે એનું કોઈ મહત્વ નથી રહ્યું.મારી આજુબાજુનું સમગ્ર વાતાવરણ કોઈ પણ વ્યક્તિને રડવા મજબુર કરી દે એવું હતું.કોઈ વ્યક્તિ મારા દેહને નીરખી રહ્યું હતું તો