વાત એક રાતની - ભાગ ૬

(11)
  • 4k
  • 2.2k

એની સીટની નજીક પહોંચી હું ચપ્પલ સરખી કરવાના બહાને ત્યાં ઉભો રહી ગયો. જોયું તો તે બર્થ ઉપર ઉંધી સુતી પોતાની ડાયરીમાં કશુંક લખી રહી હતી. મેં આછા અજવાળામાં આજુબાજુ જોયું અને હાથના ઇશારાથી કહ્યું કે, " હું છું તારી સાથે, તારે ગભરાવાની કોઈ જરૂર નથી." પહેલીવાર તેમના ચહેરા ઉપર રાહતની રેખાઓ જોવા મળી. મરૂન સાડીનો પાલવ સંભાળતા એ થોડી હસી અને બંને હાથની હથેળીઓથી પોતાના ચહેરાને ઢાંકી દીધો, બિલકુલ આંચલની જેમ! કોઈની મદદ કરવાનો અહેસાસ કેટલો ખુબસુરત હોય છે નહિ! નરમ નરમ મખમલ ઉપર હાથ ફેરવતા હોય એવો.!!! તેણે સાવધાનીથી પોતાની ડાયરીનું પાનું ફાડી સાવધાનીથી આજુબાજુ જોઈ મારા તરફ