તેજાબ - 12

(55)
  • 5.7k
  • 3
  • 3.5k

૧૨. બ્લેક ટાઈગરનો ભેદ..  દિલીપનો અવાજ સૌને માટે બોમ્બવિસ્ફોટ કરતાં પણ વધુ ખતરનાક પુરવાર થયો.  ‘અ...આ....’ ચીફ સિક્યોરીટી ઓફિસર દહેશતભર્યા અવાજે બોલ્યો, ‘દિલીપ પાછો કેવી રીતે આવી ગયો ? એ તો અહીંથી વિદાય થઈ ગયો હતો.’  પરંતુ બધા જાણે હિપ્નોટિઝમની અસર હેઠળ આવી ગયા હોય એમ બાઘાચકવા થઈ ગયા હતા.  એક વખતે ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેનની છત પર ત્રણ માનવઆકૃતિઓ દેખાઈ.  એ ત્રણેય હતા – કેપ્ટન દિલીપ, કર્નલ સુરેન્દ્ર ત્યાગી તથા બ્રિગેડિયર જશપાલસિંઘ !  ‘દિલીપે આપણને છેતર્યા છે, બાબા. અંધારામાં રાખ્યા છે.’ ચીફ સિક્યોરીટી ઓફિસરે તીવ્ર અવાજે કહ્યું, ‘એ અહીંથી ગયો જ નહોતો. એણે અહીંથી જવાનું માત્ર નાટક જ કર્યું હતું.’