તેજાબ - 11

(59)
  • 5.9k
  • 9
  • 3.4k

૧૧. દિલીપનો દાવ.....!  ડબ્બામાં લોહીનાં ખાબોચિયાં વચ્ચે પાકિસ્તાની જસૂસોના મૃતદેહો પડ્યા હતા.  તેમની પરવાહ કર્યા વગર સૌથી પહેલાં જે કેબીનમાં મુસાફરોને પૂરવામાં આવ્યા હતા એ કેબીન ઉઘાડવામાં આવી. કેબીન ઉઘડતાં જ બધા મુસાફરો સડસડાટ ડબ્બામાંથી બહાર દોડી ગયા.  જાણે નવું જીવન મળ્યું હોય એવા હાવભાવ તેમના ચહેરા પર છવાયેલા હતા.  ગમેતેમ તોય તેમણે મોતને ખૂબ જ નજીકથી જોયું હતું.  ત્યાર બાદ બધા જાસૂસોને ડબ્બામાંથી બહાર લઈ જવાય.   આખા ડબ્બામાં ઠેકઠેકાણે લોહીના પાટોડા ભરાયા હતા.  ‘આ નંગનું શું કરવું છે, મિસ્ટર દિલીપ ?’ જલાલુદ્દીનને પકડીને ઊભેલા એક સૈનિકે પૂછ્યું.   ‘અહીં અટારી સ્ટેશન પર કોઈ કેદખાનું છે ?’   ‘હા, છે...!’  ‘તો આને