તેજાબ - 6

(49)
  • 4.9k
  • 5
  • 3.1k

૬.  દગાબાઝ કોણ....?  ‘એલ્યોર પહાડી’ પાસેની ફોજીચોકીના વિશાળ હોલમાં મિટિંગ ચાલતી હતી.  આ મિટિંગમાં દિલીપ ઉપરાંત ૧૬ ગ્રેનેડીયર્સ બટાલિયનના ઉચ્ચ ઓફિસરો મોજૂદ હતા.  ‘આપણે માટે સોનેરી તક છે.’ હોલમાં દિલીપનો પ્રભાવશાળી અને બુલંદ અવાજ ગુંજતો હતો, ‘પાકિસ્તાન સરકારની મદદથી ઘાટીમાં પહેલું તાલીમકેન્દ્ર ક્યાં શરૂ થયું છે તે સલીમ પાસેથી આપણને જાણવા મળી ગયું છે. તાલીમકેન્દ્ર ‘ટાઇગર હિલ’ની નજીક છે અને તેમાં પ્રવેશવાનો માર્ગ એક ઝૂંપડીમાં છે. આ ઝૂંપડીમાં એક અંધ વૃદ્ધા રહે છે. પરંતુ મિત્રો, વાસ્તવમાં એ વૃદ્ધા અંધ નથી પણ ભારતીય લશ્કરને થાપ આપવા માટે પોતે અંધ હોવાનો ડોળ કરે છે.’  કર્નલ સુરેન્દ્ર ત્યાગી, બ્રિગેડિયર જશપાલસિંઘ વગેરે શાંતચિત્તે પૂરી