૫. દિલીપની ચાલ...! ફોજીચોકીના કેદખાનાના એક ખૂણામાં બેડીથી જકડાયેલો સલીમ રઝા બેઠો હતો. ઠંડીને કારણે એનો દેહ કંપતો હતો. કેદખાનાની દીવાલો લાલ ઈંટોની બનેલી હતી અને જમીન પથરાળ હતી. કોઈક પહાડીને ચીરીને આ ફોજીચોકી બનાવવામાં આવી છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. દિલીપ કેદખાનામાં પ્રવેશ્યો ત્યારે એના હાથમાં ગરમાગરમ ચાનો એક મોટો કપ જકડાયેલો હતો. ‘હલ્લો, જેન્ટલમેન !’ એણે સલીમ પાસે પહોંચીને કહ્યું. સલીમે કંઈ જવાબ ન આપ્યો. કડકડતી ઠંડીને કારણે એની હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી. ‘ચા પીવી છે ?’ દિલીપે ચાનો કપ એની સામે લંબાવતા પૂછ્યું. સલીમ રઝાએ સહેજ ખમચાઈને દિલીપ સામે જોયું. પહેલાં તો તેને