તેજાબ - 2

(67)
  • 7.2k
  • 5
  • 5k

૨ હસીનાનું ખૂન  અત્યારે પણ જેલરની ઓફિસમાં એન્ટી ટેરરિસ્ટના બધા ઓફિસરો મોજુદ હતા.  ‘અડધો કલાક પૂરો થવાની તૈયારીમાં છે......!’ એક ઓફિસરે વ્યાકુળ અવાજે કહ્યું,  ‘અત્યાર સુધીમાં તો મિસ્ટર દિલીપ આવી જવા જોઈતા હતા...!’  ‘તેઓ તો હવે એ ત્રાસવાદીનું મોં ઉઘડાવ્યા પછી જ આવશે.’ બીજો ઓફિસર બોલ્યો. એના અવાજમાં રહેલો કટાક્ષનો સૂર સ્પષ્ટ રીતે પરખાઈ આવતો હતો.  ‘અને ઘડીભર માની લો કે જો એ ત્રાસવાદી મોં નહી ઉઘાડે તો શું થશે...? તો તો મિસ્ટર દિલીપની હાલત જોવા જેવી થશે...’  ઓફિસરની વાત પૂરી થતાં જ મોજૂદ સૌ કોઈ હસી પડ્યા.  ‘તમે લોકો મિસ્ટર દિલીપ જેવા માણસની ઠેકડી ઉડાવો છો...?’ જેલર સહેજ કઠોર