કાંધ

(13)
  • 2.9k
  • 1.1k

શેરીમાં ભીડ જામી હતી, લોકોમાં વાતોની ગસપસ થઈ રહી હતી, કોઈ અફસોસ કરી રહ્યું હતું કે એમનાં વગર હવે અનાથ બાળકો નિરાધાર નાની જશે તો... કોઈ એમનાં જીવનની ગાથા ગાઈ રહ્યા હતા ને ક્યાંક વાતો એવી પણ ચાલી રહી હતી કે એમનો વારસદાર નથી તો અગ્નિદાહ કોણ દેશે? જામેલી ભીડમાં કોઈ પોક મૂકીને રોવાવાળું નહોતું પરંતુ દિલથી હિબકે ચડેલું સૌ કોઈ હતું, પ્રહલાદકાકા આમ રાતમાં બધાને મૂકીને હંમેશ માટે સૂઈ ગયા એ સૌને માટે એક અચંબિત વાત હતી, હજી કાલ રાતે તો બધાય ભેગા મળીને ચા પીધી હતી ને! ને આમ અચાનક યમનું તેડું આવી ગયું? આમ તો ઉંમર તો