ફિલ્મ રિવ્યૂઃ ‘જુરાસિક વર્લ્ડ: ડોમિનિઅન’- ડાયનોસોર સાથે પ્રેમમાં પડવાનો એક ઓર અવસર ૧૯૯૩માં ‘જુરાસિક પાર્ક’ રિલિઝ થયેલી એ પહેલાં ભારતવર્ષમાં બહુ ઓછાને ખબર હતી કે ‘ડાયનોસોર’ જેવા મહાકાય જીવ ક્યારેક આ ધરતી પર વિચરતા હતા. ફિલ્મનું ટ્રેલર જોઈને દેશ આખો સ્તબ્ધ થઈ ગયેલો. હિન્દીમાં ડબ થયેલી એ પહેલી ફિલ્મ એટલેય આતુરતા ઘણી હતી. ફિલ્મ પ્રદર્શિત થઈ અને ભારત સહિત દુનિયાભરમાં બોક્સઓફિસ પર રેકોર્ડતોડ કમાણી! એ દિ ને આજની ઘડી, સિને પડદે ‘ડાયનોસોર’ જેટલું વ્હાલું, અદકેરું, ગમતીલું પ્રાણી બીજું એકેય નથી લાગ્યું. ન ગોડઝિલા, ન ડ્રેગન, ન જાદૂ, ન ગ્રૂટ. (ફિલ્મના એક દ્રશ્યમાં બચુકડા, ક્યુટડા ડાયનોને સ્પર્શીને લૌરા ડર્ન પ્રસન્નચિત્તે બોલે