પદમાર્જુન - (ભાગ-૩૬)

  • 2.1k
  • 914

આ તરફ બીજે દિવસે સવારે વિદ્યુતને આ બનાવ વિશે જાણ થઈ. એ અને શાશ્વત બંને હમઉમ્ર હોવાથી સારા મિત્રો હતા અને પદમા શાશ્વતની વાગદત્તા હતી.તેથી જેવી તેને ખબર પડી કે તેનાં જ્યેષ્ઠે પદમાને કેદ કરી છે એટલે એ તરત જ ક્રોધિત થઈને સારંગના કક્ષ તરફ ગયો.ત્યાં પ્રવેશદ્વાર પાસે ઉભેલા ભાનુએ એને રોક્યો. “મારે જ્યેષ્ઠ ભ્રાતાને મળવું છે.” “સારંગ અત્યારે આરામ કરી રહ્યો છે.” “મારે જયેષ્ઠને મળવાં માટે તારી પરવાનગી લેવાની કોઇ આવશ્યકતા નથી.”વિદ્યુતે કહ્યું અને સારંગના કક્ષ તરફ આગળ વધ્યો પરંતુ ભાનુએ તેને રોકી લીધો. “ક્ષમા કરજો રાજકુમાર.મિત્રની આજ્ઞા છે તેથી હું તમને અંદર નહીં પ્રવેશવા દવ.” “ઠીક છે. તો