આકાશની સીમા..`

  • 4.1k
  • 1.3k

"મિસ નિયતિ તમારા પુસ્તકનું વિમોચન ગત સપ્તાહે જ થયું અને જોતજોતામાં પ્રથમ આવૃત્તિ વેચાઈ ચૂકી છે અને બીજી આવૃત્તિનું પણ પ્રિબુકિંગ થઇ ગયું છે આ અંગે તમારું શું કહેવું છે ?"નિયતિ કાંઈ જવાબ આપે એ પહેલાં જ એક બીજા પત્રકારે સવાલ કર્યો "મિસ નિયતિ શુ આ વાર્તાને તમારા જીવન સાથે કોઈ સંબંધ છે ? શુ આ વાર્તા કોઈ સત્યઘટના છે ?"નિયતિનાં પ્રથમ જ પુસ્તકને મળેલો બહોળો પ્રતિસાદ જોઈને તેના પ્રકાશક અરુણે એક પાર્ટી યોજી હતી. જેમાં શહેરના પત્રકારોને પણ બોલાવવામાં આવ્યા હતા. નિયતીએ સ્વપ્ને પણ નહોતું ધાર્યું કે તેના આ પ્રથમ પુસ્તકને આટલું બધું પસંદ કરવામાં આવશે.પત્રકારોના સવાલોનો દોર શરૂ