પરિતા - ભાગ - 20

  • 4.4k
  • 1.7k

પરિતા પોતાનાં કામનું, ઘરનાં કામનું, દીપની સંભાળ, સાસુ - સસરાનું ધ્યાન, સમર્થને સાચવવાનું, વગેરે જેવી પોતાની બધી જ જવાબદારીઓ વચ્ચેનું સંતુલન બરાબર રીતે જાળવી રહી હતી. પણ છતાં સમર્થનાં મમ્મી - પપ્પાને કોઈને કોઈ વાતની પરિતા સામે ફરિયાદ રહેતી હતી. સમર્થ પણ પરિતાની પરિસ્થિતિને સમજ્યા વગર માતા - પિતાની વાતને સાંભળી પરિતા માટે ઉખડો - ઉખડો રહેવા લાગ્યો હતો. એ લોકોનાં આ રીતનાં વ્યવહારને કારણે પરિતાને અંદરથી સતત એવું લાગ્યા કરતું કે પોતે જાણે એક વહુ, પત્ની તરીકે નિષ્ફળ છે. પરિતા સમર્થ અને સાસુ - સસરા સાથે પોતાનો સંબંધ મન મારીને જાણે નિભાવી રહી હોય એવી લાગણી એ અનુભવવા લાગી