ગઈકાલ 11 જૂનના ફરી શુક્રવાર અને. અહીં રજા. ભ્રમણ પ્રેમી પુત્ર અને કુટુંબને એકદમ સૂઝ્યું કે ક્યાંક નીકળી પડીએ. પસંદ કર્યું સ્થળ અલ અર્બાઈન. મસ્કતથી ખાસ્સું 150કિમી જેવું દૂર પણ અહીં ની હાઇવે ની સ્પીડે દોઢ કલાકમાં પહોંચાય.નહાઈ ધોઈ તૈયાર થઈ બધી વસ્તુઓ લઈ નીકળીએ ત્યાં પોણા અગિયાર થઈ ગયેલા. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવીએ અને ત્યાં shoppers' stop સ્ટોર્સ ની ચેઇન માંથી પાણી, છાશ વ. ની બોટલો લઈ સ્ટાર્ટ થયા ત્યાં અગિયાર વાગેલા. મોડું તો કહેવાય પણ ફરવા માટે સવારે વહેલું થોડું ઉઠાય?As usual મસ્કતથી આગળ ગયાં ત્યાં પર્વતો અને ખડકો વચ્ચેથી ઘુમાવદાર રસ્તાઓ આવ્યા. અમીરાત હાઇવે પર એક