જીતુકાકા લેખક : સલિલ ઉપાધ્યાય નવસારી જેવા નાના શહેરમાં આવેલું ઓટોમોબાઇલ્સનું વર્કશોપ. જ્યાં જુદી જુદી કંપની ની મોટરકાર સર્વિસ માટે અને રીપેરીંગ માટે આવતી. આ ઓટોમોબાઇલ્સની શાખ એટલી કે કાયમ જ આ વર્કશોપ ગાડીઓથી ભરેલ હોય કારણકે અહીં ના વર્કશોપ મેનેજર છે જીતુકાકા. જીતુકાકા ને કારણે ક્યારેય આ વર્કશોપમાં કોઇપણ જાતની છેતરપીંડી નથી થતી. એટલે શહેર તથા આજુબાજુના ગામડામાં લોકપ્રિય વર્કશોપ. વર્કશોપ ના માલિક પણ બહુ જ ખુશ રહેતા અને દરેક મિકેનિક તથા અમને ત્યાં નોકરી કરતાં માણસો પણ ખુશ રહેતાં. બધાં જ જીતુકાકાનો પડ્યો બોલ ઝીલતાં. અમિત પણ ત્યાં વર્કશોપમાં હેડ મિકેનિક તરીકે નોકરી કરે છે. એણે ઓટોમોબાઇલ અન્જિનિયર