અનુવાદિત વાર્તા-૫ - વીસ વર્ષ પછી - ઓ હેનરી

  • 5k
  • 1
  • 1.7k

એક પોલીસ ઓફીસર સડક ઉપર ખુબ જ તેજીથી ચાલતો હતો. રાતના ૧૦ વાગ્યા હશે. પણ ઓછા વરસાદ અને ઠંડી હવાના લીધે રસ્તા ઉપર ખુબજ ઓછા લોકો દેખાતા હતા. રસ્તાની એક બાજુ એક ખૂણામાં એક વખાર હતી. જ્યારે ઓફિસર એ વખાર પાસે પહોચ્યાં તો એના દરવાજા ઉપર એને એક વ્યક્તિને ઉભેલી જોઈ. એ વ્યક્તિ એ મોઢામાં સળગાવ્યા વગરની સિગારેટ દબાવેલ હતી. અને તે થોડુક નમીને ઉભેલો હતો. પોલીસ ઓફિસર એ વ્યક્તિ પાસે જઈ પ્રશ્નાર્થવાળી આંખોથી જોતો રહ્યો. “હું અહિયાં મારા એક મિત્રની રાહ જોઈ રહ્યો છું. અમે 20 વર્ષ પહેલા આ જગ્યા ઉપર મળવાનું વચન આપ્યું હતું. તમને મારી વાત અલગ