એક પૂનમની રાત પ્રકરણ-117 રાજજ્યોતિષે રાજાને કહ્યું એક પ્રખર જ્ઞાની તાંત્રિક અને મહાઅઘોરી મારાં ધ્યાનમાં છે હું એમનાં સંપર્કમાં છું પણ... પણ.. એમને એક નબળાઇ છે જેનાં કારણે હું કોઇજ જોખમ નથી લેવા માંગતો. રાજાએ કહ્યું પુરોહીતજી તમે પણ પ્રખર જ્યોતીષી છો ત્રિકાળજ્ઞાની છો એટલે તમને રાજ જ્યોતીષીનું બિરૃદ આપેલું છે તમેજ કહોને એ અઘોરીને કામ સંપ્રુત કરીએ જે તાંત્રિકનાં વશમાં અમારો સેનાપતિ છે એને છોડાવવો પણ જરૂરી છે એમની નબળાઇ શું છે ? કેટલું સોનું ઝવેરાત કે અનાજ જોઇએ ? બોલો ? મારાં બહાદુર વફાદાર સેનાપતી માટે હું બધુ ચૂકવવા રાજી છું. રાજયોતીષે કહ્યું મહારાજ એમને સોનું ચાંદી, ઝવેરાત,