૩૯ વર્ષ પછી

  • 3.8k
  • 1
  • 1.4k

ટાટમની એ સ્કૂલમાં મારુ ત્રીજુ વર્ષ હતું. ૨૦૦૭ની એ સાલમાં મેં પહેલી વાર આટલો બધો વરસાદ જોયો હતો. લગભગ બે દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ હતો. રાત્રે અમે રૂમની અંદર સુતા હતા અચાનક જ ખૂબ અવાજ સંભળાયો. એવું લાગતું હતું, જાણે ઘણા બધા માણસો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. અવાજના કારણે મારી ઊંઘ ઊડી ગઈ. હું જાગી ને બહાર આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે ગોરડકા ના ગામવાસીઓ સંસ્થામાં આવી ગયા હતા. કારણ પૂછતાં જાણવા મળ્યું કે તેમના ઘરોમાં તો પાણી ભરાઇ ગયા હતા. સવારે વાદળોની સાત સાત પડ ની ચાદર ઓઢીને સૂતેલા મેઘરાજાએ પોતાની ચાદર ખસેડીને જોયું કે