____– નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.– બોટાદકર, સાચે