Love@Post_Site - 4

  • 2.2k
  • 906

સ્વરા ઘરે આવી એને ત્રણ દિવસ થયા પણ ઘરમાં કોઈને એના પ્રેમ વિશે કહી શકી નહિ. રોજ રાત્રે રોહિત જોડે ચેટિંગ થાય. એક રાત્રે સ્વરાના પપ્પા ઘરે આવ્યા થાકીને સ્વરાને કીધું, “બેટા, તેલ ઘસી દે ને આજ બહુ જ થાકોડો લાગ્યો છે.” સ્વરા એ સારુ એવું તેલ માલિશ કર્યું અને મોકો જોઈ એના અને રોહિતના પ્રેમની વાત ઉપાડી. “પપ્પા, એક વાત કહેવી છે.” “હા, બોલને બેટા.” જયસુખભાઈ બોલ્યા. સ્વરાએ ખચકાટ સાથે એના પપ્પાને વાત કરવાનું ચાલુ કર્યું, “પપ્પા, આટલા મહિના બહાર નોકરી કરી પણ મને ત્યાં જ…” સ્વરા થોડું અટકી એના હાથ પણ અટક્યા તેલ ઘસતા. જયસુખભાઈએ પૂછ્યું “બેટા શું