પ્રેઝન્સ ઓફ માઈન્ડ

  • 3.5k
  • 4
  • 1.2k

હું એક કેમિકલ એન્જિનિયર છું. ગુજરાતનાં ઔદ્યોગિક શહેરોમાં પ્રમુખ એવાં વાપી શહેરમાં એક કેમિકલ પ્લાન્ટમાં નોકરી કરું છું. મારો ઉછેર મુંબઈમાં પણ મૂળ તો હું ગુજરાતી. ગુજરાતની અસ્મિતાને પૂરું માન આપનારો. ગુજરાતી અસ્મિતાને દિલોજાનથી પ્રેમ કરનારો. એમ તો મુંબઈ પણ એક માછીમારોના ટાપુમાંથી ભારતની વાણિજ્યિક રાજધાની બનાવનારા ગુજરાતીઓ, કચ્છીઓ અને ગુજરાતમાં જ દૂધમાં સાકર બની ભળી ગયેલા પારસીઓએ જ વસાવેલું. એ જ મુંબઈ વસ્તી, ઉદ્યોગ ધંધા અને ટ્રાફિકથી ફાટ ફાટ થવા લાગ્યું અને શિવસેનાના બાળ ઠાકરેએ એક જમાનામાં મુંબઈ મરાઠીઓ માટે જ છે તેવી ચળવળ શરૂ કરી તેથી મુંબઈથી દોઢસો કિલોમીટરના અંતરે ગુજરાતનાં આ વાપી શહેર પર ઉદ્યોગપતિઓની નજર ગઈ.