રનવે ૩૪

  • 3.1k
  • 1
  • 1.1k

હવામાં ઊડતા વિમાનમાં કૉકપીટ એક ખાસ જગ્યા હોય છે. જ્યાં પાઇલટ અને સહાયક પાઇલટ પ્રવેશે પછી દરવાજો અંદરથી લૉક કરી દેવાય છે. વિમાનમાં ફરજ પર હાજર સ્ટાફને પણ કૉકપીટમાં કોઈ ચીજ આપવા જવું હોય તો પાઇલટને વિનંતી કરવી પડે. કૉકપીટનો દરવાજો બહારથી પાઇલટની મંજૂરી વિના ખુલી ના શકે. શા માટે આવી વ્યવસ્થા? કારણ કે, પાઇલટ અને કો-પાઇલટ કોઈપણ જાતની ખલેલ વિના સંપૂર્ણ ધ્યાન વિમાનના ભરચક સંચાલનમાં આપી શકે. જેમાં ઢગલો નાનાં-મોટાં નિર્ણયો લેવાના હોય છે. જેમાંથી ઘણાં નિર્ણયો વિમાનની ટેકનિકલ પરિસ્થિતિ, હવામાનની સ્થિતિ વગેરે ધ્યાને લઈને લેવાના રહે છે. તથા ક્યારેક તેમાં અચાનક આવતા પરિવર્તનને આધિન પણ ત્વરિત નિર્ણયો લેવા